Thursday, June 20, 2013

ફિક્સ્ડ ઇન્કમ વિશે ફંડ મેનેજરનો અનુભવ


વિશાલ દલાલ

ફંડ મેનેજર - ડેટ


         
ઉંમર : 3૮ વર્ષ.

શૈક્ષણિક લાયકાત  : એમબીએ  વીથ  ફાયનાન્સ (દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી).

હાલમાં કંપનીમાં તેમનો પદ : સિનિયર વાઈસ પ્રેસિડેન્ટ.

તેમના દ્રારા સંચાલિત  થયેલા ફંડ
    કન્સેપ્ટ ડીગ્નીટી (ફિક્સ્ડ ઇન્કમ).

હોલ્ડિંગ્સ            
Scheme
Weightage (%)
Templeton India Income Builder-G
33.33
Templeton India Corporate Bond Opportunities Fund
33.33
IDFC SSI Medium-term Plan A-G
33.33

ફિક્સ્ડ ઇન્કમ મેળવવા માટેની ઇન્વેસ્ટમેંટ ફિલસૂફી
·         RBI બોન્ડ બજારનું એક સૌથી મહત્વપૂર્ણ પરિબળ છે. તેથી અમે બધા માપદંડોને સમજવાનો પ્રયાસ કરીએ છીએ જેના પર આરબીઆઈ હંમેશાં ધ્યાન કેન્દ્રિત કરે છે. ઉદાહરણ તરીકે: - ફુગાવો અને અર્થતંત્રની સ્થિતિ.
·         અમે લોકો રોકાણકારોની ટેક્સેબલ આવકને ધ્યાનમાં રાખીને ઇન્વેસ્ટમેન્ટ કરીએ છીએ.મ્યુચ્યુઅલ ફંડની ફિક્સ ઇન્કમ આપનારી યોજનાઓ રોકાણકારો માટે ટેક્સ એફિસિયન્ટ હોય છે. જેથી અમેલોકો બોન્ડ્સ NCDs સાથે મ્યુચ્યુઅલ ફંડની ફિક્સ ઇન્કમ ઇન્વેસ્ટમેન્ટની યોજનાઓ ને પણ મહત્વ આપીએ છે.  

બોન્ડ માર્કેટ માટે અમારા દૃષ્ટિકોણ
·         RBI ના પ્રમાણે ફુગાવો નાણાકીય વર્ષ 2014 માટે 5.5 %ની આસપાસ રહે તેવી અપેક્ષા છે, જે ઘણું અનુકૂળ છે. જ્યારે ઇન્ફ્લેશન નીચું આવે ત્યારે RBI પર વ્યાજદરમાં ઘટાડો કરવા માટે દબાણ આવે છે જે વધારે વળતર આપતા બોન્ડ પર કેપીટલ નફા માં પરિણમે આપે છે.
·         નાણાકીય વર્ષ 2014માં અર્થતંત્ર સારી રીતે વૃદ્ધિ પામશે એ અપેક્ષા છે કે જે વ્યાજ દર  ઘટાડા માટે મદદરૂપ થઈ શકે છે જેને કારણે ફિક્સ્ડ ઇન્કમ રોકાણકારોને સારું વળતર મળી શકે છે.
·         અમે આશા રાખીએ છીએ કે નાણાકીય વષૅ 2014માં કરંટ એકાઉન્ટ ડેફિસિટ(ચાલુ ખાતાકીય ખાધ) છી થશે જેને કારણે RBI નો દર જે  હાલમાં 7.25% છે તે ઘટીને આશરે  6% જેવો થશે.
·         અમારું માનવું છે કે RBI ઉપરોક્ત મુદ્દાઓને ધ્યાનમાં લઈને RBI વ્યાજનો દર ઘટાડશે અને જેને કારણે રોકાણકારોને 1 થી 2 વષૅના સમયગાળામાં ફિક્સ ડિપોઝિટ કરતા વધારે સારું વળતર મળી શકશે.


રોકાણકારો માટે અમારી સલાહ

ઈક્વિટી અને રોકાણના બીજા વિકલ્પ એ રોકાણકારોની રોકાણનો મહત્વનો ભાગ છે. સાથે સાથે વર્તમાન પરિસ્થિતિ ફિક્સ્ડ રીટૅન ઇન્સ્ટ્રુમેન્ટ્સ, ઓછા જોખમ ,ઊંચા વળતર અને ટેક્સ એફિસિયન્ટના હોવાને કારણે ઘણાં આકર્ષક બન્યા છે. ઘણી સારી કંપનીઓ આકર્ષક વ્યાજ દર સાથેના સેકન્ડરી બજારમાં લિસ્ટેડ હોય એવા NCDs તક આપી રહ્યા છે.

Monday, June 17, 2013

ઈક્વિટી વિશે ફંડ મેનેજરનો અનુભવ


28 જુલાઈ, 2013 ના રોજ કન્સેપ્ટ વેલ્થ પ્લસ એના ફંડનું સંચાલન કરવામાં 4 વર્ષ પૂર્ણ રી રહ્યું છે. તેથી અમે આ સમયગાળા દરમિયાન ફંડ મેનેજર દ્વારા સંચાલિત કરેલા ફંડના અનુભવની જાણ કરવાનો નિર્ણય કર્યો છે.

સિદ્ધાર્થ માંડલેવાલા

ફંડ મેનેજર - ઈક્વિટી પ્લાન

     

ઉંમર : 30 વર્ષ.

શૈક્ષણિક લાયકાત  : બી.બી. (દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી).
                      એમબીએ વીથ ફાયનાન્સ (મનિપાલ યુનિવર્સિટી).

હાલમાં કંપનીમાં તેમનો પદ : વાઈસ પ્રેસિડેન્ટ- વેલ્યુ એડિશન (ફન્ડામેન્ટલ).                                    

તેમના દ્રારા સંચાલિત થયેલા ફંડ્સ
·         કન્સેપ્ટ લીજેન્ડ (લાર્જ કેપ ઈક્વિટી)
·         કન્સેપ્ટ માર્વેલ (મિડ-કેપ ઈક્વિટી)
·         કન્સેપ્ટ શરીયાહ (શરીયાહ કમ્પ્લેઇન્ટ ઈક્વિટી)

કન્સેપ્ટ લીજેન્ડ (લાર્જ કેપ ઈક્વિટી )
ટોચના  5 સ્ટોક્સ
Stock
Weightage (%)
HDFC Ltd
8.17
Lupin Ltd
7.48
State Bank of India
7.00
Infosys Technology
6.46
Axis Bank
5.89







એસેટ  વિતરણ

ફંડ પરફોર્મન્સ


કન્સેપ્ટની ઇન્વેસ્ટમેંટ  ફિલોસોફી શું છે ?
અમે સ્ટોક્સની ઓળખ કરવા નીચેના પગલાંઓનું પાલન કરીયે છીએ.
1)   એક્સ્ટર્નલ ઓપોર્ચ્યુનિટી (બાહ્ય તકો) :- અમે એમ માની છી કે કંપનીના પ્રોડક્ટ / સેવાઓ માટે જે વર્તમાન તથા ભવિષ્યની ડિમાન્ડ ને ધ્યાનમાં લેવું,
ઉદાહરણ તરીકે: -
1)   Bharti Airtel - ટેલિકોમ સેક્ટર હેઠળ બજારમાં પ્રવેશ
2) Infosys - ઇન્ટરનેટના કારણે આઇટી એપ્લિકેશન માટેની માંગમાં વિસ્ફોટ જોવામાં આવ્યો.
3)  L & T - સરકાર તેમજ ખાનગી કંપની જેવા ખેલાડીઓના રોકાણના કારણે     L & T ભારતની નં .1   ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપની બની છે.
2)  સ્પર્ધાત્મક ક્ષમતા :- એક્સ્ટર્નલ ઑપર્ચ્યૂનિટિ તરફ નજર કર્યા પછી અમે સ્ટોકની સ્પર્ધાત્મક ક્ષમતા જોઇએ છી. અહીં, આપણે ભૌગોલિક લાભ, કિંમત નિર્ધારણ શક્તિ, મૂડી ઉપલબ્ધતા અને અર્થતંત્રના સ્કેલને જોઇએ છી.
3) સ્કેલેબીલીટી :- સ્કેલેબીલીટી માટે કંપની પાસે મૂડી, દૃષ્ટિ,જોખમ લેવાની ક્ષમતા, સફળતા માટેની ઉત્કંઠા બદલવાની ક્ષમતા, માર્કેટ સાઈઝ અને આંતરિક બંધારણ જરૂરી છે. અમે Titan Industries ની  સ્કેલેબીલીટીનો નિર્ણય લેવામાં સફળ રહ્યા.કે જેમાં એનું વેચાણ 2009-10 માં રૂ.4700 થી વધીને 2012-13 માં રૂ.10,100 કરોડ થયુ હતું અને કંપનીનો નફો રૂ.250 કરોડ થી વધીને રૂ.725 કરોડ સુધી ગયો હતો.
4) વેલ્યુએશન :- એક વ્યાપાર બધી લાક્ષણિકતાઓ ધરાવતું હોય છે પરંતુ અનુકૂળ વેલ્યુએશન ઉપલબ્ધ હોય તો પછી આપણે રોકાણ કરી શકતા નથી. P/E નું અનુમાન કરવું એ સૌથી મુશ્કેલ તથા સૌથી નિર્ણાયક છે અને માં અમે હંમેશા માર્જિન ઓફ સેફ્ટીને જાળવી રાખવાનો પ્રયાસ કરી છી.
5)    Exit હોરાઇઝન :-
Ø   કોઈ પણ સ્ટૉકમાંથી બહાર નીકળવું એ અમારા માટે રોકાણ પર નફો કે નુકસાન કરવાના હેતુસર હોતું નથી.
Ø   અમે સ્ટૉક સમયે વેચીએ છીએ કે જ્યારે કંપનીનો EPS કે પછી અપેક્ષિત EPS ટોપ આઉટ થઈ જવાનો હોય અને P/E Ratio  ગેરવ્યાજબી હોય.
Ø  શેરોમાં ખરીદી અને વેચાણના સ્તરની સારી સમજ મેળવવા માટે અમે ફન્ડામેન્ટલ એનાલિસીસની સાથે ટેક્નીકલ એનાલિસીસ પણ કરી છી.
6)     સતત રીવ્યુ  :-
Ø   આ અનિશ્ચિત & ગતિશીલ દુનિયા કે જેમાં આપણે રહીએ છીએ તેમાં આપણા રોકાણનું નિરિક્ષણ જરૂરી છે કે જેથી સમયે સમયે તેમાં ફેરફારો ગ્રહણ કરી શકાય.
Ø   અમે અમારું સમગ્ર રોકાણ કોઈપણ સ્ટોકમાં એક સાથે પૂરેપૂરું કરતાં નથી પણ થોડા થોડા સમયાંતરે કંપનીના પરિણામ જોઈને રોકાણ કરી એ રીતે સ્ટોકમાંથી લાભ મેળવી લઈએ છીએ.
Ø   “સ્ટોક સાથે પ્રેમ માં પડવું નહી, પણ તેને તમારી પત્ની અથવા ગર્લફ્રેન્ડ માટે રાખી મુકો, સૂત્ર અમે શપથપૂર્વક દરેકને કહી છી.

અમે છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન  શું શીખ્યા ?
Ø   હમણાં સુધીનો મુખ્ય ઉપદેશ રહ્યો છે કે સારો વ્યાપાર અને સંચાલન પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.
Ø   અમારા ધીરજની સતત્ પરીક્ષા થતી આવી છે પણ એ સાથે અમારો વિશ્વાસ સાચો સાબિત થયો છે.
Ø   આપણે ખોટી અફવાઓથી દૂર રહીને રોકાણના મુખ્ય ધ્યેય ઉપર ધ્યાન આપવું જોઈએ.
Ø   અર્થતંત્ર જ્યારે ખરાબ હોય છે ત્યારે કોર્પોરેટ શાસન એક મોટા નિર્ણાયક પરિબળ તરીકે સાબિત થાય છે.
            ઉદાહરણ તરીકે: - ખરાબ સમય હોવા છતાં Tata અને HDFC ગ્રુપના                 સ્ટોક્સ ઊંચોં P/E મેળવેલો.    
Ø         સંઘર્ષ કરતા ક્ષેત્રોમાં પણ સારા સ્ટોક હો શકે છે
 ઉદાહરણ તરીકે: - છેલ્લા ત્રણ વર્ષોમાં, રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં 39% નો ઘટાડો  જોવા મળ્યો પણ તેવી પરિસ્થિતિમાં પણ Ashiana Housing માં 100%  નો  વધારો જોવા મળ્યો હતો.
Ø     કટોકટીના સમયમાં પણ તક હો શકે છે.
    ઉદાહરણ તરીકે :- Kingfisher Airlines નું કામ અટકી તા United Spirit નું સંચાલન સમસ્યામાં  મુકાયું હતુ પણ તે પછી Diageo કંપનીને મેનેજમેન્ટ કંટ્રોલ આપી દેતા શેરના ભાવ રૂ.500 થી વધીને રૂ.2500 ઇ ગયા.
Ø  હાઇ વેલ્યુએશનવાળા શેરોનું વેચાણ નહીં કરવું કારણ કે જો એ શ્રેષ્ઠ સ્ટોક્સ સારો નફો કરતો રહે તો પછી તેનું વધુ હાઇ વેલ્યુએશન આવી શકે.
 ઉદાહરણ તરીકે: - અમે  Sun Pharma ના શેર્સ ખર્ચાળ બની ગયા છે એવુ  વિચારીને વેચી દીધા જે પછી તેનો ભાવ બમણો થઈ ગયા.

ફંડ્સનું સંચાલન કરવામાં અમારા શ્રેષ્ઠ અને ખરાબ નિર્ણયો
શ્રેષ્ઠ: - અત્યાર સુધીના અમારા શ્રેષ્ઠ નિર્ણય રૂપી Titan Industries, Lupin Limited, Rallis India, Tata Motors, HDFC અને Ashiana Housing જેવા વિજેતાઓમાં આપણે રોકાણ જાળવી રાખ્યું છે.
Punj Lloyd અને Crompton જેવા સ્ટોક્સ માંથી બહાર નીકળવાનો નિર્ણય મદદરૂપ સાબિત થયો છે.

ખરાબ: - કેટલાક શેરો જેમ કે Bilcare, Raymond અને IOC જેમાં લાંબા સમય સુધી રોકાણ કરી રાખ્યું છતાં પણ તેમાં અપેક્ષા કરતાં ઓછું પરિણામ મળ્યું. Colgate, Grasim, TCS, Sun Pharma અને ITC જેવા સ્ટૉકમાંથી વહેલાં નિકળવાનો નિર્ણય નુકશાનકારક સાબીત યો.


ઈક્વિટી માર્કેટ માટે અમારા દૃષ્ટિકોણ
Ø અમે કુદરતી રીતે આશાવાદી છીઅને અમને લાગે છે કે આપણા દેશ માટે લાંબા ગાળાનો દૃષ્ટિકોણ હકારાત્મક રહેશે. હાલમાં આપણી પરકેપિટા આવક અંદાજે $1800 થી $1900 છે જે આવનારા 5 થી 6  વર્ષોમાં $4000 થી $5000 સુધી જઇ શકે છે. અને પરિણામે કંપનીઓની કામગીરી અને નફાકારકતા વધતી રહેશે
Ø સેન્સેકસ વેલ્યુએશનની લાંબાગાળાની સરેરાશ એક વર્ષ આગળના P/E 14-15 ની નજીક છે. મોટા ભાગના બજારનું વેલ્યુએશન સેન્સેકસની સરખામણીમાં ઓછું મૂલ્ય ધરાવતું દેખાય છે.
Ø આગામી વર્ષ ચૂંટણી વર્ષ છે અને જેથી રાજકીય પક્ષો $15 અબજની આસપાસ  ખર્ચ કરશે કે જે આપણા અર્થતંત્રની કાળજી માટે મદદરૂપ થશે. ખચૅથી વ્યક્તિઓની આવક થશે, જેને કારણે ડિમાન્ડ વધશે.
Ø જ્યાર સુધી સમગ્ર વિશ્વમાં ક્વોન્ટિટેટિવ ઈઝીંગ ચાલુ રહેશે ત્યાં સુધી લિક્વિડિટી મજબૂત રહેશે.
Ø ક્રૂડ ઓઇલમાં સુધારો ભારત માટે અત્યંત લાભ દાયક રહેશે કારણ કે આપણે હાલમાં જરૂરિયાતનું 70% જેટલું આયાત કરી રહ્યા છી જે આપણા ફિસ્કલ ડેફિસિટ (નાણાકીય ખાધ) નું ધ્યાન રાખશે.
Ø સોનાના ભાવ નીચે આવી ગયા છે, અને તેથી જો માંગ ધીમી પડી તો પછી તે  આપણી કરંટ એકાઉન્ટ ડેફિસિટ (ચાલુ ખાતાકીય ખાધ) ની કાળજી રાખશે.

ક્ષેત્રો જેમાં અમે તેજીમય રહ્યા છીએ
Ø અત્યારના સમયમાં ગ્રાહકો એક થીમ તરીકે નિહાળવામાં આવી રહ્યાં છે. જોકે વેલ્યુએશન ખર્ચાળ છે છતાં પણ હજુ ઉપર જઈ શકે એમ છે અને વેલ્યુએશન હજુ પણ ગેરવ્યાજબી નથી.
Ø ભારતમાં, સમગ્ર માર્કેટ સાઇકલના કેટલાક ક્ષેત્રોમાં તેજીના સમયના આપણે સાક્ષી છીએ જેમ કે 1994 માં આપણે સિમેન્ટ સ્ટોક્સમાં અનહદ ઉછાળો જોવા મળ્યો હતો કે જે હર્ષદ મહેતાના સમયગાળા દરમિયાન તેના રિપ્લેસમેન્ટ ખર્ચ કરતા 4 થી 5 ગણા વધારે ભાવે સોદા થયા હતા.
Ø એ જ રીતે 1999-2000 ના સમયગાળા દરમિયાન આઇટી ક્ષેત્રમાં તેજી જોવા મળી હતી કારણ કે ત્યારે આઇટી ક્ષેત્રના સોદાનું વેલ્યુએશન  P/E 100 ઉપર ગયું હતું.
Ø આગામી તેજીનો સમયગાળો 2007-08 માં ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં ગેરવ્યાજબી વેલ્યુએશન થી ટ્રેડ થઈ રહ્યા હતા.
Ø  વખતે અમને લાગે છે કે કન્ઝ્યુમર અને ફાર્મા સેક્ટર જે હાલમાં લાઇફ ટાઇમ ઊંચા પર છે તે હજુ પણ આગામી થોડા વર્ષો  સુધી તેજીમાં રહી શકે એમ છે.


આગામી  વર્ષો  માટે  અમારી  સલાહ
Ø અમારો પોર્ટફોલિયો કન્ઝપ્શન ક્ષેત્રના વિષય જેવા કે FMCG, રીટેઈલ, ફાર્મા, કૃષિ, મીડિયા અને બેંકિંગ અને ફાયનાન્સ તરફ પક્ષપાતી છે, અમને લાગે છે કે સક્રિય મેનેજમેન્ટ સાથે વ્યાજબી વેલ્યુએશનવાળી સારી કંપનીઓ સતત્ બજાર કરતાં સારું વળતર આપશે.

રોકાણ માટે સૂચના આપનાર સમિતિ બેઠક
Ø અમારી રોકાણ સલાહકાર સમિતિમાં key કન્સેપ્શયન્સ અને બહારના નિષ્ણાતો કે જે દર પંદર દિવસે મળે છે અને વ્યૂહરચનાની વ્યાપક સમીક્ષા કરે છે. અહીંયા, અમે મૅક્રો અને માઇક્રો આઉટલુકની ચર્ચા કરીએ છીએ.
Ø સતત સમીક્ષા અમને શેરમાંથી નીકળવાનો સંકેત આપે છે. 
ઉદાહરણ તરીકે :- અમારો Punj Lloyd અને Crompton માંથી નીકળવાનો નિણૅય સાચો સાબિત થયો. સતત સમીક્ષા અમને એવા શેરોમાં રોકાણ ચાલુ રાખવાનો વિશ્વાસ આપે છે કે જે વિજેતા સાબિત થયા છે જેવા કે Titan, Lupin, Rallis અને HDFC.
  

રોકાણકારો   માટે અમારી  સલાહ
હાલમાં અમે અનુમાન કર્યું છે કે રિટેલ રોકાણકારો તેમના સમગ્ર પોર્ટફોલિયોની ટકાવારીમાં ઈક્વિટી પર ઓછું ભાર આપે છે. છેલ્લા 5 વર્ષમાં રોકાણકારો રિયલ એસ્ટેટ અને કિંમતી ધાતુઓ જેમકે સોનું અને ચાંદી તરફ તેમના પોર્ટફોલિયોના રોકાણને દિશામાં વઘારયું છે. બે એસેટ ક્લાસએ છેલ્લા 5 વર્ષમાં અસાધારણ વળતર આપ્યું હતું પરંતુ તેમ છતાં અમને તેમના વર્તમાન વેલ્યુએશન મોંઘા લાગે છે અને તેથી આવનારા સમયમાં તે ઈક્વિટી કરતાં ઓછું વળતર આપી શકે છે. એની સામે સેન્સેકસ દ્વારા છેલ્લા 5 વર્ષમાં કોઈ વળતર મળ્યું નથી પણ સેન્સેકસની કંપનીઓના વળતર 800 થી વધીને 1350 થયા છે.
           
તેથી આપણે અત્યારથી લઇને આગામી 5 વર્ષ સુધીમાં મિલકતમાં વઘારો કરવા માટે ગંભીરતાથી ઈક્વિટી તરફ નજર રાખવી જોઈએ. અનિશ્ચિત સમયગાળા દરમિયાન રોકાણ ચાલું રાખવું અને લાગણીઓને તમારા રોકાણના નિણૅયો પર હાવી ન થવા દેવું જોઈએ .જ્યારે બજારમાં હંમેશાં વધઘટ થતી હોઈ ત્યારે રોકાણનો સમયગાળો જેટલો લાંબો હોય તેટલો ઈક્વિટીમાં પૈંસા ગુમાવાની શક્યતા ઓછી રહેતી હોય છે.