Thursday, June 20, 2013

ફિક્સ્ડ ઇન્કમ વિશે ફંડ મેનેજરનો અનુભવ


વિશાલ દલાલ

ફંડ મેનેજર - ડેટ


         
ઉંમર : 3૮ વર્ષ.

શૈક્ષણિક લાયકાત  : એમબીએ  વીથ  ફાયનાન્સ (દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી).

હાલમાં કંપનીમાં તેમનો પદ : સિનિયર વાઈસ પ્રેસિડેન્ટ.

તેમના દ્રારા સંચાલિત  થયેલા ફંડ
    કન્સેપ્ટ ડીગ્નીટી (ફિક્સ્ડ ઇન્કમ).

હોલ્ડિંગ્સ            
Scheme
Weightage (%)
Templeton India Income Builder-G
33.33
Templeton India Corporate Bond Opportunities Fund
33.33
IDFC SSI Medium-term Plan A-G
33.33

ફિક્સ્ડ ઇન્કમ મેળવવા માટેની ઇન્વેસ્ટમેંટ ફિલસૂફી
·         RBI બોન્ડ બજારનું એક સૌથી મહત્વપૂર્ણ પરિબળ છે. તેથી અમે બધા માપદંડોને સમજવાનો પ્રયાસ કરીએ છીએ જેના પર આરબીઆઈ હંમેશાં ધ્યાન કેન્દ્રિત કરે છે. ઉદાહરણ તરીકે: - ફુગાવો અને અર્થતંત્રની સ્થિતિ.
·         અમે લોકો રોકાણકારોની ટેક્સેબલ આવકને ધ્યાનમાં રાખીને ઇન્વેસ્ટમેન્ટ કરીએ છીએ.મ્યુચ્યુઅલ ફંડની ફિક્સ ઇન્કમ આપનારી યોજનાઓ રોકાણકારો માટે ટેક્સ એફિસિયન્ટ હોય છે. જેથી અમેલોકો બોન્ડ્સ NCDs સાથે મ્યુચ્યુઅલ ફંડની ફિક્સ ઇન્કમ ઇન્વેસ્ટમેન્ટની યોજનાઓ ને પણ મહત્વ આપીએ છે.  

બોન્ડ માર્કેટ માટે અમારા દૃષ્ટિકોણ
·         RBI ના પ્રમાણે ફુગાવો નાણાકીય વર્ષ 2014 માટે 5.5 %ની આસપાસ રહે તેવી અપેક્ષા છે, જે ઘણું અનુકૂળ છે. જ્યારે ઇન્ફ્લેશન નીચું આવે ત્યારે RBI પર વ્યાજદરમાં ઘટાડો કરવા માટે દબાણ આવે છે જે વધારે વળતર આપતા બોન્ડ પર કેપીટલ નફા માં પરિણમે આપે છે.
·         નાણાકીય વર્ષ 2014માં અર્થતંત્ર સારી રીતે વૃદ્ધિ પામશે એ અપેક્ષા છે કે જે વ્યાજ દર  ઘટાડા માટે મદદરૂપ થઈ શકે છે જેને કારણે ફિક્સ્ડ ઇન્કમ રોકાણકારોને સારું વળતર મળી શકે છે.
·         અમે આશા રાખીએ છીએ કે નાણાકીય વષૅ 2014માં કરંટ એકાઉન્ટ ડેફિસિટ(ચાલુ ખાતાકીય ખાધ) છી થશે જેને કારણે RBI નો દર જે  હાલમાં 7.25% છે તે ઘટીને આશરે  6% જેવો થશે.
·         અમારું માનવું છે કે RBI ઉપરોક્ત મુદ્દાઓને ધ્યાનમાં લઈને RBI વ્યાજનો દર ઘટાડશે અને જેને કારણે રોકાણકારોને 1 થી 2 વષૅના સમયગાળામાં ફિક્સ ડિપોઝિટ કરતા વધારે સારું વળતર મળી શકશે.


રોકાણકારો માટે અમારી સલાહ

ઈક્વિટી અને રોકાણના બીજા વિકલ્પ એ રોકાણકારોની રોકાણનો મહત્વનો ભાગ છે. સાથે સાથે વર્તમાન પરિસ્થિતિ ફિક્સ્ડ રીટૅન ઇન્સ્ટ્રુમેન્ટ્સ, ઓછા જોખમ ,ઊંચા વળતર અને ટેક્સ એફિસિયન્ટના હોવાને કારણે ઘણાં આકર્ષક બન્યા છે. ઘણી સારી કંપનીઓ આકર્ષક વ્યાજ દર સાથેના સેકન્ડરી બજારમાં લિસ્ટેડ હોય એવા NCDs તક આપી રહ્યા છે.

No comments:

Post a Comment