28 જુલાઈ, 2013 ના રોજ કન્સેપ્ટ વેલ્થ પ્લસ એના ફંડનું સંચાલન કરવામાં 4 વર્ષ પૂર્ણ કરી રહ્યું છે. તેથી અમે આ સમયગાળા દરમિયાન ફંડ મેનેજર દ્વારા સંચાલિત કરેલા ફંડના અનુભવની જાણ કરવાનો નિર્ણય કર્યો છે.
સિદ્ધાર્થ માંડલેવાલા
ફંડ મેનેજર - ઈક્વિટી પ્લાન
ઉંમર : 30 વર્ષ.
શૈક્ષણિક લાયકાત : બી.બી.એ (દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી).
એમબીએ વીથ ફાયનાન્સ
(મનિપાલ યુનિવર્સિટી).
હાલમાં કંપનીમાં તેમનો પદ : વાઈસ પ્રેસિડેન્ટ- વેલ્યુ એડિશન (ફન્ડામેન્ટલ).
તેમના દ્રારા સંચાલિત થયેલા ફંડ્સ
·
કન્સેપ્ટ લીજેન્ડ (લાર્જ કેપ ઈક્વિટી)
·
કન્સેપ્ટ માર્વેલ (મિડ-કેપ ઈક્વિટી)
·
કન્સેપ્ટ શરીયાહ (શરીયાહ કમ્પ્લેઇન્ટ ઈક્વિટી)
કન્સેપ્ટ લીજેન્ડ (લાર્જ કેપ ઈક્વિટી )
ટોચના 5 સ્ટોક્સ
Stock
|
Weightage (%)
|
HDFC Ltd
|
8.17
|
Lupin Ltd
|
7.48
|
State Bank of
India
|
7.00
|
Infosys
Technology
|
6.46
|
Axis Bank
|
5.89
|
એસેટ વિતરણ
ફંડ પરફોર્મન્સ
કન્સેપ્ટની ઇન્વેસ્ટમેંટ ફિલોસોફી શું છે ?
અમે સ્ટોક્સની ઓળખ કરવા નીચેના પગલાંઓનું પાલન કરીયે છીએ.
1) એક્સ્ટર્નલ ઓપોર્ચ્યુનિટી (બાહ્ય તકો) :- અમે એમ માનીએ છીએ કે કંપનીના પ્રોડક્ટ / સેવાઓ માટે જે વર્તમાન તથા ભવિષ્યની ડિમાન્ડ ને ધ્યાનમાં લેવું,
ઉદાહરણ તરીકે: -
1) Bharti
Airtel - ટેલિકોમ સેક્ટર હેઠળ બજારમાં પ્રવેશ.
2) Infosys - ઇન્ટરનેટના કારણે આઇટી એપ્લિકેશન માટેની માંગમાં વિસ્ફોટ જોવામાં આવ્યો.
3) L & T - સરકાર તેમજ ખાનગી કંપની જેવા ખેલાડીઓના રોકાણના કારણે L & T ભારતની નં .1 ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપની બની છે.
2) સ્પર્ધાત્મક ક્ષમતા :- એક્સ્ટર્નલ ઑપર્ચ્યૂનિટિ તરફ નજર કર્યા પછી અમે સ્ટોકની સ્પર્ધાત્મક ક્ષમતા જોઇએ છીએ. અહીં, આપણે ભૌગોલિક લાભ, કિંમત નિર્ધારણ શક્તિ, મૂડી ઉપલબ્ધતા અને અર્થતંત્રના સ્કેલને જોઇએ છીએ.
3) સ્કેલેબીલીટી
:- સ્કેલેબીલીટી માટે કંપની પાસે મૂડી, દૃષ્ટિ,જોખમ
લેવાની ક્ષમતા, સફળતા માટેની ઉત્કંઠા બદલવાની ક્ષમતા, માર્કેટ સાઈઝ અને આંતરિક બંધારણ જરૂરી છે. અમે Titan Industries ની સ્કેલેબીલીટીનો નિર્ણય
લેવામાં સફળ રહ્યા.કે જેમાં એનું
વેચાણ 2009-10 માં રૂ.4700 થી વધીને 2012-13 માં રૂ.10,100 કરોડ થયુ હતું અને કંપનીનો નફો રૂ.250 કરોડ થી વધીને રૂ.725 કરોડ સુધી ગયો હતો.
4) વેલ્યુએશન :- એક વ્યાપાર બધી
લાક્ષણિકતાઓ ધરાવતું હોય છે પરંતુ અનુકૂળ વેલ્યુએશન ઉપલબ્ધ ન હોય તો પછી આપણે રોકાણ કરી શકતા નથી. P/E નું અનુમાન કરવું એ સૌથી મુશ્કેલ તથા સૌથી નિર્ણાયક છે અને એમાં અમે હંમેશા માર્જિન ઓફ સેફ્ટીને જાળવી રાખવાનો પ્રયાસ કરીએ છીએ.
5) Exit
હોરાઇઝન :-
Ø અમે સ્ટૉક એ સમયે વેચીએ છીએ કે જ્યારે કંપનીનો EPS કે પછી અપેક્ષિત EPS ટોપ આઉટ થઈ જવાનો હોય અને P/E Ratio ગેરવ્યાજબી હોય.
Ø શેરોમાં ખરીદી અને વેચાણના સ્તરની સારી સમજ મેળવવા માટે અમે ફન્ડામેન્ટલ એનાલિસીસની સાથે ટેક્નીકલ એનાલિસીસ પણ કરીએ છીએ.
6) સતત રીવ્યુ :-
Ø આ અનિશ્ચિત & ગતિશીલ દુનિયા
કે જેમાં આપણે રહીએ છીએ તેમાં આપણા રોકાણનું નિરિક્ષણ જરૂરી છે કે જેથી સમયે સમયે તેમાં ફેરફારો ગ્રહણ કરી શકાય.
Ø અમે અમારું સમગ્ર રોકાણ કોઈપણ સ્ટોકમાં એક સાથે પૂરેપૂરું કરતાં નથી પણ થોડા થોડા સમયાંતરે કંપનીના પરિણામ જોઈને રોકાણ કરી એ રીતે સ્ટોકમાંથી લાભ મેળવી
લઈએ છીએ.
Ø
“સ્ટોક સાથે પ્રેમ માં પડવું નહી, પણ તેને તમારી પત્ની અથવા ગર્લફ્રેન્ડ માટે રાખી મુકો”, આ સૂત્ર અમે શપથપૂર્વક દરેકને કહીએ છીએ.
અમે છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન શું શીખ્યા ?
Ø
હમણાં સુધીનો મુખ્ય ઉપદેશ એ રહ્યો છે કે સારો વ્યાપાર અને સંચાલન પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.
Ø
અમારા ધીરજની સતત્ પરીક્ષા થતી આવી છે
પણ એ સાથે અમારો વિશ્વાસ સાચો સાબિત થયો છે.
Ø
અર્થતંત્ર જ્યારે ખરાબ હોય છે ત્યારે કોર્પોરેટ શાસન એ એક મોટા નિર્ણાયક પરિબળ તરીકે સાબિત થાય છે.
ઉદાહરણ તરીકે: - ખરાબ સમય હોવા
છતાં Tata અને HDFC ગ્રુપના સ્ટોક્સએ ઊંચોં P/E મેળવેલો.
Ø હાઇ વેલ્યુએશનવાળા શેરોનું વેચાણ નહીં કરવું કારણ કે જો એ શ્રેષ્ઠ
સ્ટોક્સ સારો નફો કરતો રહે તો પછી તેનું વધુ હાઇ વેલ્યુએશન આવી શકે.
ઉદાહરણ તરીકે: - અમે Sun Pharma ના શેર્સ ખર્ચાળ બની ગયા છે એવુ વિચારીને વેચી દીધા જે પછી તેનો ભાવ બમણો થઈ ગયા.
શ્રેષ્ઠ: - અત્યાર સુધીના અમારા શ્રેષ્ઠ નિર્ણય રૂપી Titan Industries, Lupin Limited,
Rallis India, Tata Motors, HDFC અને Ashiana Housing જેવા વિજેતાઓમાં આપણે રોકાણ જાળવી રાખ્યું છે.
ક્ષેત્રો જેમાં અમે તેજીમય રહ્યા છીએ
Ø અત્યારના સમયમાં ગ્રાહકો એક થીમ તરીકે નિહાળવામાં આવી રહ્યાં છે. જોકે
વેલ્યુએશન ખર્ચાળ છે છતાં પણ હજુ ઉપર જઈ શકે એમ
છે અને વેલ્યુએશન હજુ પણ ગેરવ્યાજબી નથી.
Ø ભારતમાં, સમગ્ર માર્કેટ સાઇકલના કેટલાક ક્ષેત્રોમાં તેજીના સમયના આપણે સાક્ષી છીએ જેમ કે 1994 માં આપણે સિમેન્ટ સ્ટોક્સમાં અનહદ ઉછાળો જોવા મળ્યો હતો કે જે હર્ષદ મહેતાના સમયગાળા દરમિયાન તેના
રિપ્લેસમેન્ટ ખર્ચ કરતા 4 થી 5 ગણા વધારે
ભાવે સોદા થયા હતા.
Ø એ જ રીતે 1999-2000 ના સમયગાળા દરમિયાન આઇટી ક્ષેત્રમાં તેજી જોવા મળી હતી કારણ કે ત્યારે આઇટી ક્ષેત્રના સોદાનું વેલ્યુએશન P/E 100 ઉપર ગયું
હતું.
Ø આગામી તેજીનો
સમયગાળો 2007-08 માં ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં ગેરવ્યાજબી
વેલ્યુએશન થી ટ્રેડ થઈ રહ્યા હતા.
Ø આ વખતે અમને લાગે છે કે કન્ઝ્યુમર અને ફાર્મા સેક્ટર જે હાલમાં લાઇફ ટાઇમ ઊંચાઈ પર છે તે હજુ પણ આગામી થોડા વર્ષો સુધી તેજીમાં રહી શકે એમ છે.
આગામી વર્ષો માટે અમારી સલાહ
રોકાણકારો માટે અમારી સલાહ
હાલમાં અમે અનુમાન કર્યું છે કે રિટેલ રોકાણકારો તેમના સમગ્ર પોર્ટફોલિયોની ટકાવારીમાં ઈક્વિટી પર ઓછું ભાર આપે છે. છેલ્લા 5 વર્ષમાં રોકાણકારો રિયલ એસ્ટેટ અને કિંમતી ધાતુઓ જેમકે સોનું અને ચાંદી તરફ તેમના પોર્ટફોલિયોના રોકાણને એ દિશામાં વઘારયું છે. આ બે એસેટ ક્લાસએ છેલ્લા 5 વર્ષમાં અસાધારણ વળતર આપ્યું હતું પરંતુ તેમ છતાં અમને તેમના વર્તમાન વેલ્યુએશન મોંઘા લાગે છે અને તેથી આવનારા સમયમાં તે ઈક્વિટી કરતાં ઓછું વળતર આપી શકે છે. એની સામે સેન્સેકસ દ્વારા છેલ્લા 5 વર્ષમાં કોઈ વળતર મળ્યું નથી પણ સેન્સેકસની કંપનીઓના વળતર 800 થી વધીને 1350 થયા છે.
તેથી આપણે અત્યારથી લઇને આગામી 5 વર્ષ સુધીમાં
મિલકતમાં વઘારો કરવા
માટે ગંભીરતાથી ઈક્વિટી તરફ નજર રાખવી જોઈએ. અનિશ્ચિત સમયગાળા દરમિયાન રોકાણ ચાલું રાખવું અને લાગણીઓને તમારા રોકાણના
નિણૅયો પર હાવી ન થવા દેવું જોઈએ .જ્યારે બજારમાં
હંમેશાં વધઘટ થતી હોઈ ત્યારે રોકાણનો સમયગાળો જેટલો લાંબો હોય તેટલો ઈક્વિટીમાં પૈંસા ગુમાવાની શક્યતા
ઓછી રહેતી હોય છે.
No comments:
Post a Comment